. triangle basic knowledge - Sab Achha

triangle basic knowledge

🔼ચાલો કંઈક જાણીએ 🔼 basic knowledge of triangle 👌

🖍️ત્રિકોણનાં છ અંગો એ તેની ત્રણ બાજુ અને ત્રણ ખૂણા છે.

✒️ત્રિકોણના શિરોબિંદુને તેની સામેની બાજુના મધ્યબિંદુ સાથે જોડતો રેખાખંડ ત્રિકોણની મધ્યગા કહેવાય છે. ત્રિકોણમાં ત્રણ મધ્યગા છે.

🖍️ત્રિકોણના શિરોબિંદુમાંથી તેની સામેની બાજુ પર દોરેલા લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહેવાય છે. ત્રિકોણમાં ત્રણ વેધ છે.

✒️જ્યારે ત્રિકોણની કોઈ બાજુને લંબાવવામાં આવે ત્યારે બહિષ્કોણ બને છે. દરેક શિરોબિંદુ આગળ બે રીતે બહિષ્કોણ રચી શકાય.

🖍️બહિષ્કોણનો ગુણધર્મ :-

ત્રિકોણના કોઈ પણ બહિષ્કોણનું માપ તેના અંતઃસંમુખકોણના માપના સરવાળા જેટલું હોય છે.

✒️ ત્રિકોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ:-
ત્રિકોણના ત્રણે ખૂણાનાં માપનો સરવાળો 180° છે.

🖍️જો કોઈ ત્રિકોણની ત્રણે બાજુની લંબાઈ સમાન હોય તો તેને સમબાજુ ત્રિકોણ કહેવાય. સમબાજુ ત્રિકોણમાં દરેક ખૂણાનું માપ 60° છે.

✒️જો ત્રિકોણની ઓછામાં ઓછી બે બાજુની લંબાઈ સમાન હોય તો તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. બે સમાન સિવાયની ત્રીજી બાજુને તેનો આધાર કહે છે. સમદ્વિબાજુ ત્રિકોણના આધાર પરના ખૂણાઓ સમાન હોય છે.

🖍️ત્રિકોણની બાજુની લંબાઈનો ગુણધર્મ:-  ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ કરતાં વધુ હોય છે. ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો તફાવત ત્રીજી બાજુની લંબાઈ કરતાં ઓછો હોય છે.

✒️જ્યારે ત્રણ બાજુની લંબાઈઓ આપી હોય ત્યારે ત્રિકોણ દોરી શકાય કે કેમ તે નક્કી કરવા માટે આ ગુણધર્મ ઉપયોગી છે.

🖍️ કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય છે. બાકીની બે બાજુને કાટકોણ ત્રિકોણના પાયા કહે છે.

✒️પાયથાગૉરસનો ગુણધર્મ :
કાટકોણ ત્રિકોણમાં,
કર્ણનો વર્ગ = બાકીની બે બાજુના વર્ગનો સરવાળો

🖍️જો કોઈ ત્રિકોણ કાટકોણ ન હોય તો આ પરિણામ સાચું નથી. આ પરિણામ ત્રિકોણ કાટકોણ છે કે નહિ તે નક્કી કરવા માટે ઉપયોગી છે.

🔺🔺🔺🔺🔺🔺🔺🔺

No comments:

Powered by Blogger.