. junior clerk clark refund news - Sab Achha

junior clerk clark refund news

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર


જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ ) સંવર્ગના ઉમેદવારો માટેની અગત્યની સુચના ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ ૦૯-૦૪-૨૦૨૩ રવિવારના રોજ મંડળ દ્વારા યોજાઈ ગયેલ છે સદર પરીક્ષામાં હાજર રહેનાર દરેક ઉમેદવારોને તેમને ફાળવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે જવા આવવાના ખર્ચ પેટે ઉચક રૂપિયા ૨૫૪/-ઉમેદવારના બેંક ખાતામાં ઓનલાઈન આપવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ હતું. જે પરત્વે મંડળની તા ૦૨-૦૫-૨૦૨૩ ની વેબસાઇટ નોટીસ બાદ નીચેની વિગતે કાર્યવાહી કરેલ છેઃ-

| (૧) કુલ ૭૭૬૩ ઉમેદવારો ધ્વારા ભરવામાં આવેલ બેક ખાતાની વિગતમાં ભુલ ક્ષતિ હોઇ આ ઉમેદવારોને ઓનલાઇન કરવામાં આવેલ ઓનલાઇન ચુકવણાની રકમ બેકમાં પરત આવેલ છે.જેની યાદી-૧ મંડળની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ હતી. તેમજ આવા ઉમેદવારો તા.૧૦-૦૫-૨૦૨૩ થી તા ૧૫-૦૫-૨૦૨૩ના સમયગાળા દરમ્યાન પોતાના કેન્સલ ચેક ની ઝેરોક્ષ કોપી સાથે પરીક્ષામાં હાજર રહયા અંગેના કોલલેટર સાથે રુબરુમાં કે પત્ર ધ્વારા વિગતો મોકલી આપવા જણાવેલ હતું. આ પરત્વે આજ દિન સુધી કુલ ૩૯ ઉમેદવારોએ વિગતો રજુ કરેલ હોઇ, સદર ૩૯ ઉમેદવારોને રુ.૨૫૪/- ચુકવણુ કરવા માટે બેંકને વિગતો મોકલી આપવામાં આવેલ છે. આગામી બે દિવસમાં આ ૩૯ ઉમેદવારોને બેંક ધ્વારા ચુકવણુ કરવામાં આવશે.

(૨) યાદી-ર માં દર્શાવેલ કુલ ૧૨૫૯૭ ઉમેદવારો એવા છે કે જેઓએ બે ઉમેદવાર દીઠ થી ચાર ઉમેદવાર દીઠ એક જ

કોમન બેંક ખાતાની વિગતો ઓનલાઇન ભરેલ છે. આ ઉમેદવારોને રુ.૨૫૪/- તેમના બેંક ખાતામાં ઓનલાઇન ચુકવવા માટે બેંકને સુચના આપેલ છે. જે પૈકી વિવિધ કારણોસર રકમ બેંકમાં પરત આવેલ (Reject થયેલ છે) હોય, તેની યાદી- ૨- અ સામેલ છે. (યાદી- ૨- અ જોવા અહી કલીક કરો) (3) યાદી-૩ માં દર્શાવેલ કુલ ૩૭૫ ઉમેદવારો એવા છે કે જેઓ ધ્વારા પાંચ ઉમેદવાર દીઠ થી અથવા તેથી વધુ ઉમેદવાર

દીઠ એક જ કોમન બેંક ખાતાની વિગતો ઓનલાઇન ભરેલ છે આવા ઉમેદવારોએ તેમના બેંકખાતાની સાચી વિગતો સાથે | તા.૧૦-૦૫-૨૦૦૩ થી તા ૧૫-૦૫-૨૦૨૩ દરમ્યાન મંડળની કચેરી ખાતે રબરમાં જરુરી પુરાવા સાથે હાજર રહેવા જણાવેલ

|, પરંતુ આજ દિન સુધી આ બાબતે મંડળને એક પણ ઉમેદવાર ધ્વારા રજુઆત મળેલ નથી. આમ, યાદી-૬ માં દર્શાવેલ કુલ ૭૭૬૩ ઉમેદવારો પૈકી જે ઉમેદવારોએ તા.૧૦-૦૫-૨૦૨૩ થી તા ૧૫-૦૫- ૨૦૨૩ વચ્ચે પોતાના કેન્સલ ચેક ની ઝેરોક્ષ કોપી સાથે પરીક્ષામાં હાજર રહ્યા અંગેના કોલલેટર સાથે રુબરુમાં કે પત્ર ધ્વારા વિગતો મોકલી આપેલ ન હોય તેવા ઉમેદવારો તથા યાદી-૨-અ માં દર્શાવેલ ઉમેદવારો તથા યાદી-૩ માં દર્શાવેલ કુલ ૩૭૫ ઉમેદવારો એવા છે કે જેઓ ધ્વારા પાંચ ઉમેદવાર દીઠ થી અથવા તેથી વધુ ઉમેદવાર દીઠ એક જ કોમન બેક ખાતાની વિગતો ઓનલાઇન ભરેલ છે તેવા ઉમેદવારોને મંડળ ધ્વારા બીજી અને છેલ્લી તક આપવામાં આવે છે. આવા ઉમેદવારોએ તા. ૨૪-૦૫-૨૦૨૩ સુધી( કચેરી સમય દરમ્યાન) જરુરી આધાર પુરાવા સાથે વિગતો મંડળની કચેરીને ટપાલથી/રુબરુમાં મોકલી આપવા જણાવવામાં આવે છે. જો તા ૨૪-૦૫-૨૦૨૩ સુધી જરુરી વિગતો નહી મળે તો તે પરત્વે મંડળ ધ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવશે. તા.૧૯-૦૫-૨૦૨૩

No comments:

Powered by Blogger.