. ભારતના પૂર્વ વડા પ્રધાન ભારત રત્ન રાજીવ ગાંધી - Sab Achha

ભારતના પૂર્વ વડા પ્રધાન ભારત રત્ન રાજીવ ગાંધી

ભારતના પૂર્વ વડા પ્રધાન ભારત રત્ન રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ (21 મે) ના રોજ આજે સમગ્ર રાષ્ટ્ર યાદ કરી રહ્યો  છે.

📌 આજના દિવસે 21 મે 1991 ના રોજ તમિલનાડુના શ્રીપરમ્બુદુરમાં રાજીવ ગાંધી   આત્મઘાતી બોમ્બમાં માર્યા ગયા હતા.

📌 તેમનો જન્મ 20 ઓગસ્ટ 1944 માં થયો હતો.

📌 ભારત આઝાદ થયુ ત્યારે તેઓ ફક્ત ત્રણ વર્ષની હતા. તેમનું બાળપણ તીન મૂર્તિ ભવનમાં વિતાવ્યું હતું.

📌 તેમના રાજકીય કાર્યકાળમાં, રાજીવ ગાંધીના જીવનના ઘણા રસપ્રદ તથ્યો છે જેમણે દેશને ટેકનોલોજી અને વૈશ્વિક ઊંચાઈ પર લઈ ગયા છે, જેનાથી તમે અજાણ છો. આજે, તેમની પુણ્યતિથિ પર, મેહુલ સર જ્ઞાનગંગા ગ્રૂપ દ્વારા તમને આવી ન સાંભળેલ વાતો વિશે જણાવીશું.

 

🍁 એર ઇન્ડિયા સાથે કેરિયરની  શરૂઆત કરી🍁

 📌 વડા પ્રધાન તરીકે દેશની સેવા કરનાર રાજીવ ગાંધી રાજકારણમાં ટોચ પર પહોંચનારા નહેરુ-ગાંધી પરિવારના છેલ્લા સભ્ય હતા.

📌 રાજકારણમાં જોડાતા પહેલા તેઓ વ્યવસાયે પાયલોટ હતા. રાજીવને તેમના નાનાજી અને માતાની જેમ રાજકારણમાં રસ નહોતો.

📌 તેમણે પાયલોટ બનતા પહેલા એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ  પુસ્તકી જ્ઞાનમાં મર્યાદિત રહેવાનું તેમને ગમતું નહોતું. લંડનમાં અભ્યાસ કર્યા પછી, તેઓ કેમ્બ્રિજની ટ્રિનિટી કોલેજમાં ગયા. ત્રણ વર્ષ ત્યાં અભ્યાસ કર્યા પછી પણ તેમને  ડિગ્રી મેળી નહીં, પછી તેમણે  લંડનની ઇમ્પીરીયલ કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો.

📌 પણ તેમા પણ તેમનુ મન ન લાગ્યુ. . ત્યારબાદ તેમણે દિલ્હીમાં ફ્લાઇંગ કલ્બમાં પાઇલટની તાલીમ શરૂ કરી હતી અને 1970 માં એર ઇન્ડિયા સાથે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. 

🍁🍁
રાજીવ ગાંધીને ફોટોગ્રાફીનો શોખ હતો🍁🍁


📌 ઘણા ઓછા લોકો જાણે છે કે રાજીવ ગાંધીને પાયલટની સાથે ફોટોગ્રાફીનો પણ ખૂબ શોખ હતો. લોકોને તેમના શોખ વિશે વધારે ખબર નહોતી. ઘણાં પ્રકાશકોએ તેમના ફોટોગ્રાફ્સ છાપવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ તેમણે ક્યારેય મંજૂરી આપી નહીં.

📌 તેમના મૃત્યુ પછી, જ્યારે સોનિયા ગાંધીએ રાજીવ ગાંધી દ્વારા ખેંચવામાં આવેલ ફોટોગ્રાફ્સ ને પુસ્તકનુ રૂપ આપ્યુ. ત્યારે દુનિયા સામે આ વાતનો ખુલાસો થયો. આ પુસ્તકનુ નામ હતુ રાજીવ્સ વર્લ્ડ - ફોટોગ્રાફ્સ બાય રાજીવ ગાંધી. 


📌 નાની ઉંમરે રાજકારણની ઊંચાઈઓ પર પહોચ્યા 📌

📌 જ્યારે તેમણે 1980 ના દાયકામાં રાજકારણમાં પગ મૂક્યો ત્યારે તેમની મિસ્ટર ક્લીનની હતી. શરૂઆતથી જ વિદેશમાં અભ્યાસ કરેલા અને 40 વર્ષથી ઓછી ઉંમરે રાષ્ટ્રીય રાજકારણમાં આટલી ઊંચાઈ સુધી પહોચવાને કારણે રાજીવ ગાંધી લોકપ્રિય અને બેદાગ હતા. રાજીવ વિદેશમાં ભણેલા અને   જો કે, ભવિષ્યમાં ઘણા મોટા કૌભાંડોના નામ આવ્યા પછી, તેમની આ છબીને કલંકિત થઈ ગઈ.

📌 ચૂંટણી સભાઓમાં ખુદ કાર લઈને પહોંચી જતા 📌

 📌 રાજીવ ગાંધી શક્યત  દેશના એકમાત્ર એવા વડા પ્રધાન છે કે જેઓ અનેકવાર ખુદ પોતાની કાર ચલાવતા હતા. કેટલીક વાર તો રાજીવ ગાંધી ખુદની  કાર જાતે જ ચલાવીને ચૂંટણી સભાઓમાં પહોંચતા હતા. સિક્યુરિટી ગાર્ડ્સે એ ઝડપથી તેમની પાછળ જવુ પડતુ હતું

સંજય ગાંધીના અવસાન પછી, રાજકારણમાં પ્રવેશવાનું મન બનાવી લીધું

📌 વિમાન દુર્ઘટનામાં સંજય ગાંધીના અકાળ મૃત્યુ પછી, ઘણા લોકો ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને મળવા આવતા હતા. એવું કહેવામાં આવે છે કે આ સમય દરમિયાન, બદ્રીનાથના જગતગુરૂ સ્વામી શ્રી સ્વરૂપાનંદ જી એ ઇંદિરા ગાંધીને સાવધાન કરતા જણાવ્યુ હતુ કે હવે રાજીવે વધુ સમય સુધી  વિમાન ઉડાવવુ ન જોઈએ. જેના  પર, જ્યારે ઇન્દિરા ગાંધીએ આવક વિશે વાત કરી ત્યારે સ્વામીજીએ તેમને સલાહ આપી કે હવે રાજીવે દેશની સેવામાં લાગી જવુ જોઈએ. ત્યારબાદથી તેમણે રાજકારણમાં પ્રવેશવાનું મન બનાવ્યું.

No comments:

Powered by Blogger.