. અકસ્માત વખતે લાઈસન્સ ન હોય તો કંપની વીમો નકારી શકે નહીંઃ કોર્ટ - Sab Achha

અકસ્માત વખતે લાઈસન્સ ન હોય તો કંપની વીમો નકારી શકે નહીંઃ કોર્ટ

અકસ્માત વખતે લાઈસન્સ ન હોય તો કંપની વીમો નકારી શકે નહીંઃ કોર્ટ

લાઈસન્સ વગર વાહન ચલાવતા થયેલા અકસ્માતમાં જો ચાલક મૃત્યુ પામે તો પણ વીમા કંપનીએ વીમાની કુલ રક્તના 75 ટકા રકમ ચુકવવી પડે. રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચે મહત્ત્વનો ચુકાદો જાહેર કરતા એવું અવલોકન કર્યુ છે કે, માર્ગ અકસ્માત સમયે વાહનચાલક પાસે લાઈસન્સ ન હોય તો પણ વીમા કંપની વીમાના દાવાને નકારી શકે. નહીં. ટુ-વ્હિલર પર થયેલા અકસ્માતના કિસ્સામાં મૃતકના પત્નીને 11 લાખ 25 હજાર વીમાની રકમ 7 ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે.

રવિનાબેન વસાવા નામના મહિલાએ રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચ સમક્ષ એવી રજૂઆત કરી છે કે, તેમના પતિ બિપીન વસાવાએ 25-10-2020 થી 24-10- 2021 સુધીના સમયગાળા માટે 15 લાખની પર્સનલ એક્સિડન્ટને આવરી લેતી પોલિસી લીધી હતી.

11-6-2021ના પતિનો વાહન અકસ્માત થયો હતો અને તેઓ મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ રવિનાબેને વીમા કંપની પાસે વીમાની રક્મ માટે દાવો કર્યો હતો. વીમા કંપનીએ દાવો નકારતા એવું કારણ આપ્યું હતું કે, અકસ્માત સમયે બિપીનભાઈ પાસે લાઈસન્સ નહીં હોવાથી વળતર રોજ તેમના માટે હકદાર નથી.

પોલિસીમાં લાઈસન્સ વગર વાહન ચલાવવું શરતોનો ભંગ કરે છે. વીમા કંપનીએ એવું પણ બહાનું કાઢ્યું હતું કે પર્સનલ એક્સિડન્ટમાં વાહન ચોરાય તો જ દાવો કરી શકાય છે. અકસ્માતમાં મૃત્યુનો દાવો કરી શકે નહીં. જોકે, કોર્ટે વીમા કંપનીની આ તમામ દલીલો ફગાવી દીધી હતી.

ગ્રાહક ફોરમે એવી ટકોર કરી છે કે પર્સનલ એક્સિડન્ટ એવી પોલિસી છે જેમા ઘણી બધી વસ્તુ આવરી લેવામાં આવતી હોય છે. અકસ્માતમાં મોત કે ઈજાની જોગવાઇ ન હોય તો પણ વીમા કંપનીએ આવા કિસ્સામાં વળતર ચૂકવવું પડે છે પરતું કુલ રકમના 25 ટકા રક્ત શરતોના ભંગ બદલ કાપી શકે છે. જો વીમા કંપનીએ પોલિસીની શરતો સ્પષ્ટ લખી હોય તો કંપની દાવો નકારી શકે છે. અનેક કેસમાં વીમા કંપની ખોટા વાંધાઓ કાઢીને ગ્રાહકોને પરેશાન કરતી હોવાની અનેક ફરિયાદો પણ ઉઠી હતી.

પોલિસી લેતી વખતે તેમાં સ્પષ્ટતા થયેલી હોય તો જ કંપની વીમો નકારી શકે

ગ્રાહક તકરાર નિવારણ પંચના મેમ્બર પ્રિતી શાહની ફોરમે ટાંક્યુ છેકે, ચાલક પાસે અકસ્માત સમયે . લાઈસન્સ ન હોય તેનો મતલબ એવો નથી કે, ચાલક વાહન બેફામ હંકારે છે. પર્સનલ એક્સિડન્ટની . પોલિસીમાં માત્ર વાહન ચોરી નહીં પરતું તેના અકસ્માતમાં ઇજા કે મૃત્યુ થાય તોય વળતર ચૂકવવુંપડે પ્રસ્તુત કિસ્સામાં બેફામ વાહન ચલાવતા હોવાના પુરાવા મળ્યા નથી. લાઈસન્સ વિના ચલાવાતા વાહન માટે 75 ટકા વળતર ચૂકવવા વીમા કંપની જવાબદાર છે. કોર્ટે એવું પણ અવલોકન કર્યું છે કે, 25 ટકા રકમ લાઈસન્સ વગર વાહન ચલાવવાની શરતનો ભંગ કરતી હોવાથી કંપની તે રકમ કાપીલેવા હકદાર છે.

source :- bhaskar news

No comments:

Powered by Blogger.