યુકે ભારતમાંથી ગણિત,વિજ્ઞાન, ભાષાના શિક્ષકોની ભરતી કરશે
આ દેશમાંથી શિક્ષકોતી ભરતી
ભારત. ઘાના, સિંગાપુર, જમૈકા, નાઇજીરિયા. સાઉથ આફ્રિકા. ઝિમ્બાબ્વે.
શું લાયકાત હોવી જોઈએ?
યોગ્યતા ધરાવતા શિક્ષકો ગ્રેજ્યુએટ હોવા જોઈએ. માન્ય શિક્ષણ અને તાલીમ આપવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ. એક વર્ષનો અનુભવ હોવો જોઈએ. અન્ડરગ્રેજ્યુએટ સ્તરે અંગ્રેજી બોલવાની કુશળતા હોવી જોઈએ. તેમને જોબ ઓફર સાથે બ્રિટનના વર્ક વિઝા અપાશે. વર્ષે રૂ. ૨૭ લાખ કે. ૨૭,૦૦૦ પાઉન્ડ સુધીનું વેતન અપાશે.
ઇન્ટરનેશનલરિલોકેશન પેમેન્ટ સિસ્ટમ શું છે?
વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪નાં શૈક્ષણિક વર્ષ માટે પાયલોટ ધોરણે ઇન્ટરનેશનલ રિલોકેશન પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જેમાં યુકે દ્વારા વિદેશી શિક્ષકોને જોબ ઓફર કરવામાં આવે છે. તેમના વિઝાનો ખર્ચ. ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ અને અન્ય સ્થળાંતરનો ખર્ચ ભોગવવામાં આવશે.
No comments: