. budget history in Gujarati - Sab Achha

budget history in Gujarati

💼બજેટ હિસ્ટ્રી💼
➖➖➖➖➖➖➖➖➖➖➖
⭕બજેટ શબ્દ ફ્રેન્ચ ભાષાના એક શબ્દ bougette પરથી બન્યો છે. જેનો અર્થ ચામડાનો થેલો થાય છે.

⭕ભારતના સંવિધાનમાં ક્યાંય પણ બજેટ શબ્દનો ઉલ્લેખ જોવા મળતો નથી.સંવિધાનના અનુચ્છેદ 112માં બજેટ માટે વાર્ષિક વિત્તીય વિવરણ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


⭕ભારતનું સૌપ્રથમ બજેટ વર્ષ 1860માં રજૂ કરવામાં આવ્યું હતું.ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે જોડાયેલા સ્કોટલેન્ડના અર્થશાસ્ત્રી જેમ્સ વિલ્સને બ્રિટિશ રાણી સમક્ષ ભારતના બજેટનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.જેમ્સ વિલ્સન ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ફાઈનાન્શિયલ એડવાઇઝર પણ હતા.

⭕સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 26મી નવેમ્બર,1947ના રોજ રજૂ થયું.આઝાદ ભારતના પ્રથમ નાણાંમંત્રી આર.કે.ષણમુખમ શેટ્ટીએ દેશનું પ્રથમ બજેટ પેશ કર્યું.

⭕ગણતંત્ર ભારતનું પ્રથમ પ્રથમ બજેટ જોન મંથાઈએ રજૂ કર્યું હતું.

⭕સૌથી લાંબા બજેટભાષણનો રેકોર્ડ વર્તમાન નાણાંમંત્રી નિર્મલા સીતારામનના નામે બોલે છે. તેમને 2020-21ના વર્ષનું બજેટ રજૂ કર્યું ત્યારે બે કલાક 42 મિનિટ લાંબું ભાષણ આપ્યું હતું

⭕ડૉ.મનમોહન સિંહના નામે સૌથી વધુ શબ્દો બોલવાનો વિક્રમ છે.સમયની રીતે નહિ, પરંતુ શબ્દોની રીતે ગણતરી થાય તો મનમોહન સિંહનું 1991નું બજેટ ભાષણ 18,650 શબ્દોનું હતું.

⭕તે પછી બીજા નંબરનું સૌથી લાંબું ભાષણની દ્રષ્ટિએ અરુણ જેટલીનું હતું.2018માં જેટલીએ 18,604 શબ્દોનું બજેટ ભાષણ આપ્યું હતું. સૌથી ટૂંકા બજેટ ભાષણનો વિક્રમ 1977માં નોંધાયો હતો. હિરૂભાઈ મુળજીભાઈ પટેલે 1977નું બજેટ રજૂ કર્યું ત્યારે માત્ર 800 શબ્દોનું ભાષણ આપ્યું હતું.

⭕સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો વિક્રમ મોરારજી દેસાઈનો છે.તેમને 1962 થી 1969 દરમિયાન 10 વખત બજેટ રજૂ કર્યું હતું. 9 વખત બજેટ રજૂ કરનારા પી.ચિદમ્બરમ બીજા ક્રમે છે.પ્રણવ મુખર્જીએ પણ નાણાંમંત્રી તરીકે 8 વખત બજેટ રજૂ કર્યું હતું. યશવંત સિંહાએ 8 વાર અને મનમોહન સિંહે 6 વખત બજેટ રજૂ કર્યું છે.

⭕1999માં પ્રથમ વખત યશવંત સિંહાએ સાંજે પાંચ વાગ્યાનો બદલે સવારે 11 વાગ્યે બજેટ ભાષણ રજૂ કરીને જૂની પરંપરા તોડી હતી.

⭕બજેટની ભાષા 1955 સુધી અંગ્રેજી હતી.ત્યારબાદ નહેરુ સરકારે બજેટ અંગ્રેજી ઉપરાંત હિન્દી ભાષામાં પણ રજૂ કરવાનું શરૂ કર્યું હતું.

⭕2021-22ના વર્ષનું બજેટ ઐતિહાસિક રીતે એ પણ હતું કે પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ થયું હતું.

⭕1970માં બજેટ રજૂ કરનારા ઇન્દિરા ગાંધી દેશના પ્રથમ મહિલા બન્યા હતા.

⭕દેશના પ્રથમ ફુલટાઇમ મહિલા નાણાંમંત્રી નિર્મલા સીતારામને 2019માં તેને કાપડની ખાતાવહીનો લુક આપ્યો હતો.

⭕2017માં પ્રથમ વખત સરકારે ઐતિહાસિક નિર્ણય કરીને કેન્દ્રીય બજેટમાં જ રેલવે બજેટનો સમાવેશ કરી લીધો.

⭕બ્રિટિશ શાસન દરમિયાન બજેટ 28 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવતું હતું જે પરંપરાને મોદી સરકાર દ્વારા 2017માં બદલીને બજેટની તારીખ 1 ફેબ્રુઆરી કરી દેવામાં આવી.

⭕1980 પછી સરકારે નાણાં મંત્રાલયની અંદર જ બજેટના પ્રિન્ટિંગ માટે પ્રેસની વ્યવસ્થા કરી હતી. એ વર્ષથી હવે બજેટ નાણાં મંત્રાલયમાં જ પ્રિન્ટ થાય છે.

⭕બ્લેક બજેટ➖1973-74ના વર્ષનું

⭕યુગાંતર બજેટ➖1991

⭕ડ્રિમ બજેટ➖1997-98

⭕મિલેનિયમ બજેટ➖વર્ષ 2000

⭕રોલબેક બજેટ➖વર્ષ 2002-2003નું

No comments:

Powered by Blogger.