માર્ગ અકસ્માત-સારવારનો 50,000 સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે
રાજ્યની હદમાં અકસ્માત થશે તો પ્રથમ ૪૮ કલાક સુધીની સારવાર ખર્ચ ઉઠાવશે
રાજ્ય સરકારે ગંભીર પ્રકારની, ખર્ચાળ બિમારીઓની મફત સારવાર માટે અમલમાં મૂકેલી ‘મા અમૃતમ, મા વાત્સલ્ય કાર્ડની યોજનાની સફળતા બાદ હવે, રાજ્યના કોઈપણ ખૂણે થયેલા માર્ગ અકસ્માતના ઇજાગ્રસ્તોને ૪૮ કલાક સુધી રૂ. ૫૦,૦૦૦ સુધીની સારવાર મફત (વિના મૂલ્યે) આપવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ કોઈપણ સરકારી કે ખાનગી સહિતની કોઈપણ હોસ્પિટલમાં સારવાર લઈ શકાશે. આ યોજનામાં કોઈપણ પ્રકારની આવક મર્યાદાને ધ્યાનમાં નહીં લેવાય.
કઈ કઈ સારવાર વિના મૂલ્યે અપાશે
હવે, સરકારે નક્કી કર્યું છે કે, અકરમાત દરમ્યાન ઈજા પામેલાઓને કોઈપણ ખાનગી સહિતની કોઇપણ હોસ્પિટલમાં સારવાર અપાશે તો તેના પ્રથમ ૪૮ ક્લાક સુધીનું ઈજાગ્રસ્તોનું ડ્રેસીંગ, સ્ટેબીલાઈઝેશન, ફ્રેક્ચર સ્ટેબીલાઈઝેશન, શોકની પરિસ્થિતિની સારવાર, એક્સ-રે, ઈજાના ઓપરેશનો, સીટી રકેન, એમઆરઆઇ, અલ્ટ્ર સાઉન્ડ, બ્લડ ટ્રાન્સફ્યુઝન, માથાની ઈજાની સારવાર, ઓપરેશનો, ઘનિષ્ઠ સારવાર એકમોમાં સારવાર (આઈસીયુ), પેટ અને પેઢુની ઈજાઓ જેવી ગંભીર પ્રકારની સારવાર માટેનો તમા ખર્ચ જે તે હોસ્પિટલ્લુને સીધેસીધો રાજય સરકાર દ્વારા ચૂકવાશે. જેથી કોઈપણ ગરીબ કે મધ્યમ વર્ગનો ઈજાગ્રસ્ત દર્દી સારવારના અભાવે જીવ ન ગુમાવે તેવો આશય છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં એકબાજુ વાહનોની સંખ્યા વધી રહી છે. તેના પરિણામે સ્વાભાવિક રીતે જ વાહન-અસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં દર વર્ષે સરેરાશ ૨૯,૩૦૯ અસ્માત થાય છે, જેમાં દર વર્ષે સરેરાશ ૬,૪૮૩ લોકોનાં મોત થાય છે. આવા અસ્માતોમાં ઈજા પામનારા કે મૃત્યુ પામનારા કે કાયમી અપંગ થયેલી વ્યક્તિઓ, તેમના પરિવારજનોને મોટી તકલીફ સહન કરવી પડે છે. તેમને પારાવર દુઃખ સહન કરવું પડે છે. અનુભવે જણાયું છેકે, માર્ગ અસ્માતમાં ઈજા પામેલાઓને સમયસર સારવાર આપવામાં આવે તો તેમનો જીવ બચાવી શકાય છે. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો છે કે, ગુજરાતની હદમાં થયેલા અકસ્માત પછીના ૪૮ કલાક દરમ્યાન દર્દીઓને રૂપિયા ૫૦ હજાર સુધીની તાત્કાલિક સારવાર વિના મૂલ્યે આપવામાં આવશે..
Application form :- click here
આવી જ માહિતી માટે ટેલિગ્રામમાં જોડાઓ :- https://t.me/sab_achha અથવા ટેલિગ્રામ માં sab_achha લખીને જોડાઓ.
No comments: