Pdf 1
PDF 2
1. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવોને શામાં મુક્ત કરે છે?
2. મનુષ્યના પ્રજનન કોષમાં કેટલાં રંગસૂત્રો હોય છે?
3. દરિયાની અંદર 10 m ઊંડાઈએ કે 20 m ઊંડાઈએ, કઈ જગ્યાએ દબાણ વધારે હશે?
4. બે અર્ધગોળાઓ વચ્ચે શૂન્યાવકાશ પેદા કરીને તેમને જોડવામાં આવે છે. તેમને સહેલાઈથી છૂટા પાડી શકાતા નથી. કોના કારણે તેઓ એકબીજા સાથે જોડાયેલા રહે છે?
5. જે બળ હંમેશાં ગતિનો વિરોધ કરે છે તેનું નામ આપો.
6. નળાકારીય પેન્સિલો પર પુસ્તક રાખીને તેને ધકેલતાં કયા પ્રકારનું ઘર્ષણ ભાગ ભજવે છે?
7. છતના પંખાઓમાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ થાય છે?
8. તરલ દ્વારા ગતિમાન વસ્તુ પર લાગતાં ઘર્ષણબળનું નામ લખો.
9. શેના લીધે મિક્સરને થોડી મિનિટ ચલાવવાને લીધે તેનું જાર (Jar) ગરમ થઈ જાય છે?
10. પદાર્થ પર લાગતાં બળનું માપન કરવા માટે વપરાતા સાધનનું નામ લખો.
* નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :
1. જાતીય અંતઃસ્ત્રાવો શાના માટે જવાબદાર છે?
2. જાતીય અંતઃસ્ત્રાવનાં નામ આપો.
3.બે બળોનું પરિણામી બળ કેવી પરિસ્થિતિમાં શુન્ય થાય છે ?,
4 એવી પરિસ્થિતિઓનાં બે ઉદાહરણ આપો કે, જેમાં લાગુ પાડેલાં બળના કારણે પદાર્થનો આકાર બદલાય છે.
5. બે ચુંબકના બે ધ્રુવો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ જણાવો.
51. કોઈ પણ પદાર્થ પર બળ લગાડતા પદાર્થની ઝડપમાં શું ફેરફાર થાય છે ?
52. જ્યારે બે લોકો વિપરીત દિશામાં વિરુદ્ધ બાજુઓ પર દબાણ લાવતા હોય ત્યારે શું થાય છે ?
53. સ્થિત ઘર્ષણબળ કોને કહે છે?
54. ઘર્ષણના બે ફાયદા જણાવો.
55. ભારે સૂટકેસને પૈડાં લગાવીને ખેંચવાનું શા માટે સરળ હોય છે?
Section B * તફાવતના બે-બે મુદ્દા આપો :
1. તફાવત આપો : નરનાં ગૌણ જાતીય લક્ષણો અને માદાનાં ગૌણ જાતીય લક્ષણો
2. તફાવત આપો: નર જાતીય અંતઃસ્ત્રાવ અને માદા જાતીય અંતઃસ્ત્રાવ
* વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો :
3. પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે.
4. જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્રો દ્વારા થાય છે.
5. દેડકામાં થાઇરૉઇડ ગ્રંથિ વિશેષ મહત્ત્વ ધરાવે છે.
6. તરુણ વયની વ્યક્તિના ચહેરા પર ખીલની સમસ્યા સર્જાય છે.
7. ખભા પર લટકાવવા માટેના થેલામાં પટ્ટી પહોળી રાખવામાં આવે છે.
8. કુલીઓને જ્યારે ભારે બોજ ઉપાડવાનો હોય, ત્યારે તેઓ પોતાના માથા પર એક કપડાને ગોળ વીંટાળીને રાખે છે.
9. વાહનો(કાર, ટ્રક અને બુલડોઝર)નાં ટાયરો ખાંચાવાળાં હોય છે.
10. ક્રિકેટ બૅટનું હૅન્ડલ ખરબચડું રાખવામાં આવે છે.
कोई टिप्पणी नहीं: