Savrachit kruti
મહાભારત...
અર્જુન ... જુઓ એક ખુલ્લી બારી
જુઓ ખુલ્લી છે એક બારી.
નજર નજર નો ભેદ છે ,
દુનિયા આખી છે તારી મારી.
કુરુક્ષેત્રમાં ઊભા છે પાર્થ,
બેઉ સૈન્ય મધ્યે રાખી સવારી.
પિતામહ દ્રોણને કૃપાચાર્ય,
ભાઈ બાંધવોને નીરખ્યા ધારી.
ભાવવિભોર બન્યા અર્જુન,
તત્ક્ષણ હથિયાર ભુજાથી ગયા સરી.
મળે મુજને ભલે ત્રિલોક,
આ રક્તપાત ન શક્ય મુજથી હરી.
બંધ નીરખી અર્જુનની હિંમતના દ્વાર,
વિશ્વરૂપ દર્શન કરાવે ગિરધારી.
હે કૌંતેય, ઉઠ, ને યુદ્ધ કર,
જો પાર્થ ખુલ્લી છે એક બારી.
સર્વ મનુષ્ય કપિ સમાન,
ઈશ્વર અહીં એકમાત્ર મદારી.
શીખો તેના નાચ 'ને ખેલ,
તે જ ખોલશે સર્વ બારી.
પૈડું ફાટે કે બ્રેક ના લાગે,
ચલાવો જીવનની ગાડી એક ધારી.
સર્વ દ્વાર હો ભલે બંધ ,
જુઓ ખુલ્લી છે એક બારી
Written by... Dharti
No comments: